Jamnagar news: ઓશવાળ આયુષ હોસ્પિટલે જરૂર ન હોવા છતાં ઓપરેશન કરી નાખ્યા; 35 દર્દીઓમાં ફફડાટ, ડોક્ટર સસ્પેન્ડ

સોર્સ : GSTV
જામનગરમાં JCC બાદ હવે ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અનેક દર્દીઓના જરૂરી વગર ઓપરેશન કરી નાખ્યાનું ભોપાળું છતું થતા સારવાર લઈ ચૂકેલા લોકોના હવે શ્વાસ અધ્ધર થયા છે.
આરોગ્ય કમિશ્નર દ્વારા કડક પગલાં લેવાયા
જામનગરમાં વધુ એક હોસ્પિટલમાં કાર્ડિયાક સ્કેમ સામે આવ્યો છે. ઓશવાલ આયુષ હોસ્પિટલ દ્વારા 35 જેટલાં દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં સારવાર કરી સ્ટેન્ડ બેસાડી PMJAY યોજનામાંથી 42 લાખ મંજુર કરી લીધા હોવાનું ભોપાળું બહાર આવતા સૌ કોઈ ચોકી ગયા છે. સમગ્ર કૌભાંડ સામે આવતા આરોગ્ય કમિશ્નર દ્વારા કડક પગલાં લેવાયા છે.
1.26 કરોડનો દંડ ફટકારાયો
હોસ્પિટલને 1 કરોડ 26 લાખ 77 હજારનો દંડ ફટકારી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઇ છે. ઉપરાંત હોસ્પિટલનાં ડો.શ્રીપદ ભિવાસ્કરને સસ્પેન્ડ કરી દેવાતા જામનગર તબીબ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

