Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : married woman ended her life due to lack of children

Jamnagar: સંતાન પ્રાપ્તિના વિયોગમાં પરિણીતાએ જીવન ટૂંકાવ્યું

Timeછેલ્લું અપડેટ : 23 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Jamnagar: સંતાન પ્રાપ્તિના વિયોગમાં પરિણીતાએ જીવન ટૂંકાવ્યું
સોર્સ : google

જામનગરમાં જિલ્લાના ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામની સીમ વિસ્તારમાં વિજયસિંહ પ્રભાતસિંહ જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી મધુબેન અશોકભાઈ વાઘેલા નામની 23 વર્ષની ભીલ જ્ઞાતિની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પતરાના એંગલમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

App Store

આ બનાવ અંગે મૃતકના પતિ અશોક કાનાભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો હતો, અને વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક મધુબેન ને અગાઉ બે વખત કશુવાવડ થઈ ગઈ હતી અને સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી તેના વિયોગમાં આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું હતું.