VIDEO: લાલપુર તાલુકામાં અતિભારે વરસાદની આગાહી: તંત્ર દ્વારા ખાસ સમીક્ષા બેઠક
સોર્સ : gstv
જામનગરના લાલપુર તાલુકામાં ૩ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે તાલુકા તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. નાગરિકોની સુરક્ષા અને રાહત-બચાવ કામગીરીને લઈને પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરી તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા અને એલર્ટ મોડ પર રહેવા કડક આદેશ અપાયા છે. કટોકટીની સ્થિતિ માટે જેસીબી અને ટ્રેક્ટર સહિતના સાધનોનું આયોજન કરવા તથા નદી-નાળા કે નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા ગ્રામજનોને ખાસ અનુરોધ કરાયો છે. ભારે વરસાદના કારણે કોઈપણ સ્થળે પાણી ભરાય કે કટોકટીની સ્થિતિ સર્જાય તો તુરંત જ તાલુકા કંટ્રોલ રૂમમાં સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે..

