VIDEO: કાલાવાડ-જામનગર હાઈવે પર થયેલા અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા, કારચાલકે ચાર લોકોને લીધા હતા અડફેટે
સોર્સ : GSTV
કાલાવાડ-જામનગર હાઈવે પર નવા માર્કેટિંગ યાર્ડ પાસે સર્જાયેલા ભીષણ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ક્રિષ્ના રેસ્ટોરન્ટ પાસે ઉભા રહીને શેરડીનો રસ પી રહેલા ચાર લોકોને પૂરપાટ ઝડપે આવતી કારે જોરદાર ટક્કર મારી હતી.આ કમકમાટીભર્યા અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે બે અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો છે. હાલ પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ તેજ કરી છે.

