VIDEO: જામનગરમાં વીજ લાઇન વળતરમાં ખેડૂતોને મોટો લાભ
સોર્સ : gstv
જામનગર જિલ્લાના ખેડૂતોને ટ્રાન્સમિશન લાઇન માટે મળતા વળતરમાં હવે મોટો લાભ મળશે. કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં મળેલી માર્કેટ રેટ કમિટીએ બજારભાવ આધારિત વળતરના દર નક્કી કર્યા છે. નવી નીતિ મુજબ ખેડૂતોને જંત્રીના દરની સરખામણીએ 300થી 600 ગણું વધુ વળતર મળવાપાત્ર થશે. લાલપુર તાલુકાના કાનવીરડીના એક ખાતેદારને અગાઉ 4.37 લાખ રૂપિયાનું વળતર મળવાનું હતું, જે હવે વધીને 24.33 લાખ રૂપિયા થશે. નવી વળતર નીતિનો લાભ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને મળે તે માટે જમીનની યોગ્ય બજાર કિંમત નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

