VIDEO: શું કાલાવડના સરકારી બાબુઓ સરકારની છબી ખરડવાનું કામ કરી રહ્યાં છે?
સોર્સ : gstv
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રોડ રસ્તાઓને લઈને સ્થાનિકોએ અધિકારીની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવ્યાં છે. કાલાવડના સોરઠા ગામનો રસ્તો જાણે સ્પેસ ટેક્નોલોજીથી બનવાનો હોય એ રીતે ખોદીને મહિનાઓથી છોડી દેવાયાનો આક્ષેપ છે. ત્રણ વર્ષથી રોડ મંજૂર થયો, દોઢ વર્ષ પહેલા ટેન્કર પડી ગયું છે છતા પણ રસ્તો બન્યો નથી. સ્થાનિકો કહી રહ્યાં છે કે, માર્ગ-મકાન વિભાગના અધિકારીઓને ચરબી ઉતારવી હોય તો એક વખત આ રસ્તેથી પસાર થવું પડે. કેમકે ઓફિસમાં બેઠા બેઠા ઉડાઉ જવાબ આપી શું કાલાવડના સરકારી બાબુઓ સરકારની છબી ખરડવાનું કામ કરી રહ્યાં છે?

