અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર ITના દરોડા, 75થી વધુ અધિકારીઓનું સર્ચ ઓપરેશન

- ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર ITના દરોડા
- ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ પર ઇન્કમટેક્સના દરોડા
- વિવિધ સ્થળો પર ઇન્કમટેક્સની તપાસ
- નીશિત દેસાઈ,ગૌરાંગ દેસાઈ સહિતના ભાગીદારોની ઓફિસ, ઘર સહિતના સ્થળ પર દરોડા
રાજ્યમાં IT વિભાગ ફરીથી એક્શન મોડમાં આવ્યું છે. અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગે સુપર ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર ઈન્કમટેક્સના દરોડા પડ્યા છે. સવારથી જ ITના અધિકારીઓ દરોડામાં જોડાયા છે. ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ પર ITના દરોડા પડ્યા છે.
અમદાવાદના આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં આવેલા વિવિધ એકમો પર તપાસ ચાલી રહી છે. તો બીજી તરફ ગ્રુપના સંચાલક રાજુ ઉર્ફે નીશિત દેસાઈ, ગૌરાંગ દેસાઈ અને અન્ય ભાગીદારોની ઓફિસો, ઘરોમાં ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. શહેરમાં કુલ 13 સ્થળો પર દરોડા અને સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. ITના 75થી પણ વધુ અધિકારીઓ આ દરોડામાં જોડાયા છે.
IT વિભાગના અચાનક પડેલા દરોડાના કારણે વિવિધ હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને વેપારીઓમાં પણ ફફડાટ
IT વિભાગના અચાનક પડેલા દરોડાના કારણે વિવિધ હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને વેપારીઓમાં પણ ફફડાટ મચ્યો છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો ઝડપાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પહેલા પણ ગુજરાતમાં IT વિભાગના દરોડા પડ્યા છે.

