Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : isudaan Gadhvi announced Kisan Mahapanchayat

ખેડૂતોની વ્હારે આવી આમ આદમી પાર્ટી, ઈસુદાન ગઢવીએ કિસાન મહાપંચાયતનું કર્યુ એલાન

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આમ આદમી પાર્ટી ખેડૂતોની વ્હારે આવી છે. તેમણે ફરીવાર ખેડૂતોના હકનો મુદ્દો ઉઠાવ્યો છે. ત્યારે  ખેડૂતોના હક, અધિકાર અને વળતર માટે AAP નેતા ઈસુદાન ગઢવીએ વધુ એક કિસાન મહાપંચાયતનું એલાન કર્યું છે. ખેડૂતોની તમામ 10 માંગણીઓને લઈને 11 નવેમ્બરે ગીર સોમનાથ જિલ્લાના ટોબરા ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કરાયું છે. આ કિસાન મહાપંચાયતમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિત AAPના તમામ નેતાઓ કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત રહેશે. ઈસુદાન ગઢવીએ હજારોની સંખ્યામાં ખેડૂતો કિસાન મહાપંચાયતમાં હાજર રહીને પોતાના હક અને ન્યાય માટે અવાજ ઉઠાવે એવી અપીલ કરી છે. વધુમાં ઈસુદાન ગઢવીએ કહ્યું કે,બોટાદ આંદોલન બાદ અને સુદામડાની કિસાન મહાપંચાયતમાં એક લાખથી વધારે ખેડૂતો જોડાયા જેના કારણે સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કરવું પડ્યું હતું, જેથી જો ખેડૂતો એકતા બતાવે  તો ભાજપીય કડદા પાર્ટીએ પણ ઝૂંકવુ પડશે  

App Store