VIDEO/ વેરાવળ નજીક આદ્રી ગામે મહાકાળી મંદિરના ચોકમાં સિંહણનો શાહી અંદાજ
સોર્સ : GSTV
વેરાવળ નજીક આવેલા આદ્રી ગામે દરિયા કિનારે સ્થિત સુપ્રસિદ્ધ મહાકાળી મંદિર પાસે અચાનક એક સિંહણ આવી ચડતાં દર્શનાર્થે આવેલા ભાવિકોમાં આશ્ચર્યનો માહોલ જોવા મળ્યો હતો. આ સિંહણ ત્યાં હાજર યાત્રિકોની બિલકુલ નજીકથી કોઈ પણ પ્રકારના ભય વગર આસાનીથી પસાર થઈ હતી. મહાકાળી મંદિર નજીકના આ અદ્ભુત દ્રશ્યો ત્યાં હાજર લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા. થોડો સમય મંદિર પરિસરમાં વિહાર કર્યા બાદ સિંહણ આપમેળે જંગલ વિસ્તાર તરફ પ્રયાણ કરી ગઈ હતી. આ અનોખી ઘટનાને પગલે આદ્રી ગામે સિંહણને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા, જ્યારે વન વિભાગે પણ તકેદારીના ભાગરૂપે એલર્ટ જાહેર કર્યું છે.

