VIDEO/ ગીર: સિંહોના કોરિડોરને 'ગાયબ' કરી માઇનિંગ માટે જમીન ફાળવવાનો કારસો, પર્યાવરણપ્રેમીઓમાં રોષ
સોર્સ : GSTV
ગીરમાં સિંહોના સંરક્ષણ મુદ્દે વન વિભાગ સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ધારી ગીર પૂર્વ ડિવિઝન દ્વારા બાબરકોટ વિસ્તારની 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટ જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે આપવા ખોટા રિપોર્ટ તૈયાર કરાયા હોવાનો ભાંડાફોડ થયો છે. વિકાસ યાદવએ કેન્દ્ર સરકારને મોકલાયેલા ફોર્મમાં આ વિસ્તારમાં કોઈ વાઈલ્ડ લાઈફ કોરિડોર નથી તેમ દર્શાવ્યું છે. જ્યારે વન વિભાગના જ મેનેજમેન્ટ પ્લાનમાં બાબરકોટ વિસ્તાર કોરિડોર નંબર 20માં સમાવાયો છે. હજારો વૃક્ષો અને સિંહોના કુદરતી માર્ગ પર ખતરો ઉભો થતા પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

