Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : Talala MLA Bhaga Barad disillusioned with BJP? Bhaga Barad raises questions against BJP leadership

VIDEO: તાલાલાનાં ધારાસભ્ય ભગા બારડનો ભાજપમાં મોહભંગ?, ભાજપ નેતૃત્વ સામે ભગા બારડે સવાલ ઉઠાવ્યા

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv
વારંવાર વિવાદમાં આવતા તાલાળાનાં ભાજપના ધારાસભ્ય ભગવાન બારડને ભાજપમાં મોહ ભંગ થયો હોવાની ઘટના સામ આવી છે. ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામ ખાતે રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારના સન્માન સમારોહમાં ધારાસભ્ય ભગા બારડે વિવાદિત નિવેદન આપ્યું હતું. બારડે સમર્થકો ને જણાવ્યું હતું કે મારા કામ થવા દેવામાં આવતા નથી. બધા કામ અટકાવી દેવાં આવે છે. હું મારી રીત કામ કરવા ટેવલેયો છું. એ લોકો કહેશે એવી રીતે કામ નહીં થઈ. આ વાત કરીને ભગા બગડે સમર્થકોને કહ્યું હતું કે અહીંયા હાજર ૫૦ ટકા લોકો પણ કહેશે તો હું રાજીનામું આપી દઈશ. અત્રે ઉલ્લેખનીય છે કે ભગા બારા આયોજિત આ કાર્યકરોમાં જિલ્લા ભાજપના હોદેદારો ગેરહાજર રહ્યા હતા. સંસદ રાજેશ ચુડાસમાની ગેરહાજરી પણ જોવા મળી હતી. ભગા બારડે વધુમાં જણાવ્યું હતું કે ૨૦૨૭ ની વિધાનસભાની ચૂંટણી પંચાયતની ચૂંટણીમાં જ લડાઈ ગઈ છે. 
App Store
 
ભાજપ નેતૃત્વ સામે ભગા બારડે સવાલ ઉઠાવતા પ્રશ્નખડા થઈ રહ્યા કે શું ભગા બારડ ને ભાજપ માંથી મોહ ભંગ થયો છે? જાહેર મંચ પર નામ લીધા વગર ભાજપ નેતૃત્વ સામ પ્રશ્ન ખડા કરતા ભાજપબેડા માપન સોંપો પડી ગયો છે. ધારાસભ્યન જાહેર નિવેદનને શિસ્તબદ્ધ પાર્ટીમાં પણ ભારે ચર્ચા જગાવી છે. 
 
બારડ વારંવાર વિવાદમાં આવી ચૂક્યા છે. પંચાયતની ચૂંટણી વખતે આહીર સમાજની જરૂર નથી એવું નિવદેન આપી વિવાદ આવ્યા હતા. વિવદ એટલો વકર્યો હતો કે તેમના મત વિસ્તાર તલાલામાં આમ આદમી પાર્ટી મેદાન મારી ગઈ હતી. સોમનાથના મેળા પણ કલેકટર અને ભગા બારડને જાહેરમાં બોલાચાલી થઈ.  હતી. લોકસભાની ચૂંટણી વખતે પણ ભાજપને મત ન આપનાર ગામમાં ડિમોલિશન કરાવી વિવાદમાં આવ્યા હતા.
ટોપિક્સ:gstv newsgir somnath