Gir somnath news: વધુ બે કાશ્મીરી યુવકોને પોલીસે પકડ્યા, 15 દિવસથી ગુજરાતમાં રહી કરતાં હતા આ પ્રવૃત્તિ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાંથી વધુ બે શંકાસ્પદ કાશ્મીરી યુવકોને પોલીસે પકડ્યા છે. બંને યુવકો કાશ્મીરના પૂંછ જિલ્લામાં આવેલા તેમના મદ્રસા માટે ચંદો ઉઘરાવે છે. આ બંન્ને યુવકો અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા સ્થળોથી ચંદો ઉઘરાવ્યો હતો. હાલ તો પોલીસે શંકાના આધારે તેમની વધુ પુછપરછ હાથ ધરી છે.
રાજ્યના જુદા-જુદા સ્થળોએથી ચંદો ઉઘરાવ્યો હતો
ગીર સોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળના રામભરોસે ચોકમાંથી પોલીસે શંકાના આધારે બે કાશ્મીરી યુવકોને પકડી તેમની પુછપરછ હાથ ધરી છે. અનીસઉલ રહેમાન અને મહંમદ અસલમની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આવેલા તેમના મદ્રસા માટે ચંદો ઉઘરાવવા માટે ગુજરાત આવ્યા છે. અનીસ પ્રથમ વખત જયારે મહંમદ દર વર્ષે ચંદો ઉઘરાવવા ગુજરાત આવે છે. તેઓ રોકડ સહિત સ્કેનર દ્વારા ઓનલાઇન ચંદો ઉઘરાવી મદ્રસાના એકાઉન્ટમાં જમા કરાવે છે. બંને કાશ્મીરી યુવકો 1 ડિસેમ્બરે ગુજરાત આવ્યા હતા. અમદાવાદથી કડી, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, ઉપલેટા, જૂનાગઢ અને જેતપુરથી ચંદો ઉઘરાવી વેરાવળ પહોચ્યા હતા.

