Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : On the first Monday of Shravan, a huge crowd of devotees flocked to Somnath, the temple resounded with Har Har Mahadev.

VIDEO: શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોની ભારે ભીડ ઉમટી, હર હર મહાદેવથી ગુંજ્યું મંદિર

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આજે સવારે ૪ વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે' ના જયઘોષથી સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું હતું.આજે ભગવાન મહાદેવની ભવ્ય પાલખીયાત્રાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી ધાર્મિક માહોલ વધુ ગાઢ બન્યો છે. આ ઉપરાંત, મંદિરના વિશાળ સંકીર્તન હોલમાં ધ્વજાપૂજા સહિતની વિવિધ પૂજા વિધિઓની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દૂર-દૂરથી પધારેલા ભાવિકો પૂજા-અર્ચનામાં ઉત્સાહપૂર્વક સહભાગી થઈ શકે. શ્રાવણના આ પાવન અવસરે શિવભક્તોમાં અદ્ભુત ઉત્સાહ અને આસ્થા જોવા મળી રહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News