Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : Groundnut crop washed away due to heavy rain in Gir Somnath district

VIDEO: ગીર સોમનાથ જિલ્લામાં મેઘ કહેરથી ખેડૂતો ત્રાહિમામ, મગફળીનો તૈયાર થયેલો પાક વહી ગયો 

Timeછેલ્લું અપડેટ : 28 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકથી સતત વરસતા કમોસમી વરસાદે ખેતીને મોટું નુકસાન પહોંચાડ્યું છે. સુત્રાપાડા તાલુકાના નારિયા વાવ ગામે ખેડૂત કરસનભાઈ પંપાણીયાના ખેતરમાં લણાયેલ ચાર ખાંડી એટલે કે આશરે 1600 કિલો મગફળીનો પાક પાણીમાં બળી જતાં આખો મહેનતનો પાક બરબાદ થયો છે.

App Store

ખેડૂત કરસનભાઈએ જણાવ્યું કે, “વરસાદ અગાઉ મગફળી ઉપાડી પાથરા ખેતરમાં સુકાવવા મૂક્યા હતા પરંતુ મોડી રાત્રે અચાનક પડેલા વરસાદથી આખો પાક પાણીમાં તણાઈ ગયો. મગફળીના ડોડવા પાણી સાથે વહી ગયા.

જણાવી દઈએ કે, ગત બે દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં ઉના, ગીર ગઢડા, સુત્રાપાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે મગફળીના પાથરા પાણીમાં ગરકાવ થયા છે. અનેક ગામડાઓમાં ખેડૂતોએ મગફળી અને સોયાબીન જેવા પાકમાં મોટું નુકસાન થવાની દહેશત વ્યક્ત કરી છે. ખેડૂતોએ સરકાર અને કૃષિ વિભાગને તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર અને સહાય આપવાની માંગ કરી છે.
ચાર ખાંડી મગફળી ઉપાડીને ખેતરમાં પાથરા કર્યા હતા પરંતુ અચાનક વરસાદથી આખો પાક બરબાદ થઈ ગયો. ખેડૂતોની મહેનત એળે ગઈ.

ટોપિક્સ:gir somnathrainGroundnutgstv news