Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Gir somnath news: Truck overturns on people standing to watch the accident

Gir somnath news: અકસ્માત જોવા ઉભા રહેલા લોકો પર ટ્રક પલ્ટી, 2 વ્યક્તિઓના ઘટનાસ્થળ પર મોત

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Gir somnath news: અકસ્માત જોવા ઉભા રહેલા લોકો પર ટ્રક પલ્ટી, 2 વ્યક્તિઓના ઘટનાસ્થળ પર મોત

ગુજરાતના ગીર સોમનાથમાંથી કાળજુ કંપી જાય તેવી ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  ગીર સોમનાથમાં અકસ્માત (Accident) જોવા ઉભા રહેલા લોકો પર ટ્રકે પલ્ટી મારી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે..આ અકસ્માતમાં સુભાષ પરમાર અને બાલુ કલોતરાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે સાતથી વધુ લોકોને સારવાર અર્થે  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

App Store

કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો

કોડીનાર-સુત્રાપાડા રોડ પર રાખેજ પાસ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. સ્થાનિકો લોકો આ અકસ્માત (Accident) જોવા ઉભા હતા.તે સમયે ત્યાંથી પૂરઝડપે પસાર થઈ રહેલા ટ્રકે પલ્ટી મારી હતી.

ટ્રકની નીચે બે વ્યક્તિઓ ચગડાઈ ગઈ 

ટ્રકે જ્યાં પલ્ટી મારી ત્યાં સ્થાનિક લોકો ઉભા હતા. જોત જોતામાં બે વ્યક્તિઓ ટ્રકની નીચે ચગડાઈ ગયા હતા. ભારે જહેમત બાદ બન્નેના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા