Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : VIDEO: New 9 municipalities will get free land for 11 projects, an important decision of the government

VIDEO: નવી 9 મનપાઓને 11 પ્રોજેક્ટ્સ માટે મફત મળશે જમીન,સરકારનો મહત્વનો નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજયમાં રચાયેલી 9 મહાનગરપાલિકાઓને આર્થિક અને માળખાકીય રીતે મજબૂત બનાવવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે...જે અંતર્ગતનવી 9 મહાનગર પાલિકાઓને 11 પ્રોજેક્ટ્સ માટે મફત જમીન મળશે...  મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને ઝડપી અને ગુણવત્તાસભર પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે હેતુથી, આગામી 5 વર્ષ સુધી જાહેર હિતના વિવિધ 11 જેટલા જરૂરી પ્રોજેક્ટ્સ ઊભા કરવા માટે સરકારી જમીન તદ્દન વિનામૂલ્યે ફાળવવાનો નિર્ણય કરાયો છેઆ મહાપાલિકાઓમાં  મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ અને સુરેન્દ્રનગર તથા પોરબંદર મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. સરકારના આ અભિગમને કારણે નવી મહાનગરપાલિકાઓ પર જમીન ખરીદીનું આર્થિક ભારણ ઘટશે. પરિણામે ફાયર સ્ટેશન, એસ.ટી.પી., સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને જાહેર બાગ-બગીચા જેવી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝનું નિર્માણ ખૂબ જ ઝડપથી થઈ શકશે અને શહેરોનો વિકાસ બુલેટ ગતિએ આગળ વધશે.

App Store