VIDEO: ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણી માટે ભાજપે રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું
સોર્સ : GSTV
ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણી માટે ભાજપે રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને પાટીદાર સમાજને સાધી લેવા માટે ભાજપે બેઠકોનો દોર તેજ કર્યો છે. મંગળવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સિદસર ઉમિયાધામના પ્રમુખ મૌલેશ ઉકાણી સાથે મહત્વની બેઠક કરી હતી. આ અગાઉ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. વાસ્તવમાં, ભાજપ દ્વારા લેઉઆ અને કડવા પાટીદાર સમાજના અગ્રણીઓને મળીને સમાજમાં યોગ્ય સંતુલન જાળવી રાખવા અને મતબેંક મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પહેલા પાટીદાર સમાજના તમામ મોટા મંચો અને અગ્રણીઓને વિશ્વાસમાં લઈને ભાજપ પોતાની રાજકીય પકડ વધુ મજબૂત કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે.

