Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : VIDEO: 20 days have passed since the board declared the results of class 10 and 12, students have not yet received the original marksheets

VIDEO: બોર્ડના ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામ જાહેર થયાને ૨૦ દિવસ વીતી ગયા, હજુ સુધી વિદ્યાર્થીઓને ઓરિજિનલ માર્કશીટ નથી મળી

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત બોર્ડના ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામ જાહેર થયાને ૨૦ દિવસ વીતી ગયા હોવા છતાં, હજુ સુધી વિદ્યાર્થીઓને ઓરિજિનલ માર્કશીટ મળી નથી. માર્કશીટ મળવામાં વિલંબ થતાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે ઓરિજિનલ માર્કશીટ અનિવાર્ય છે.શાળા સંચાલક મંડળે આક્ષેપ કર્યો છે કે, માર્કશીટની ડિઝાઇન બદલવાના બહાને અને બ્લેક લિસ્ટેડ એજન્સીને કામ સોંપાતા આ વિલંબ થયો છે. બીજી તરફ, ૨૭ મેના રોજ GCAS પોર્ટલ પર અરજી કરવાની અંતિમ તારીખ છે, જેના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે. સંચાલક મંડળે માગ કરી છે કે તંત્ર તાત્કાલિક માર્કશીટનું વિતરણ કરે, જેથી વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવામાં અગવડતા ન પડે.

App Store