Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Unseasonal rains became the cause of death, 6 farmers committed suicide in the state in 25 days

Gujarat news: માવઠું બન્યું મૃત્યુનું કારણ, 25 દિવસમાં રાજ્યમાં 6 ખેડૂતોએ આત્મહત્યા કરી

Timeછેલ્લું અપડેટ : 18 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat news:  માવઠું બન્યું મૃત્યુનું કારણ, 25 દિવસમાં રાજ્યમાં 6 ખેડૂતોએ આત્મહત્યા કરી
સોર્સ : gstv

આ વખતે માવઠાએ ખેડૂતોની માઠી દશા કરી છે. ઓચિંતા વરસેલાં વરસાદને લીધે ગુજરાતમાં 42 હેક્ટરમાં ખેતીને નુકશાન પહોચાડ્યું છે, જ્યારે 16 હજારથી વધુ ગામડાઓના ખેડૂતો અસરગ્રસ્ત થયા છે. ખેતરોમાં ઉભા પાક ભોંયભેગાં થતાં ખેડૂતોના મોઢામાંથી જાણોસ કોળિયો છિનવી લેવાયો છે.

App Store

છેલ્લાં એકાદ મહિનાથી ગુજરાતમાં 6 ખેડૂતોએ આત્મહત્યા કરી

છેલ્લાં એકાદ મહિનાથી ગુજરાતમાં 6 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ પરથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કેટલી હદેકથળી હશે તેનો અંદાજ લગાવી શકાય છે. માવઠાને લીધે પાક નિષ્ફળ જતાં આર્થિક સંકળામણના ભારથી ગુજરાતમાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી છે. વિસાવદરના ઈશ્વરીયા ગામમાં 42 વર્ષીય ખેડૂત શૈલેષભાઈ દામાજીભાઈ સાવલિયાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. આ ખેડૂતે 8 વિઘા જમીનમાં મગફળીની સાથે સાથે ડુંગળી અને તુવેરનું વાવેતર કર્યું હતું. કમોસની વરસાદ વરસતાં મગફળી અને તુવેરનો પાક ધોવાયો હતો. પાક નિષ્ફળ જતાં હવે કેવી રીતે દેવું ચૂકવવું અને કેવી રીતે જીવન નિર્વાહ કરવો તે મુદ્દે ખેડૂત શૈલેષભાઈ મૂંઝવણમાં મૂકયા હતા. હવે આર્થિક રીતે બેઠાં થવાય તેવી સ્થિતિ નથી તેવું વિચારીને તેમણે ખેતરમાં ઝેરી દવા પીને મોતને વ્હાલું કર્યું હતું.

આર્થિક સંકડામણ અનુભવતાં ખેડૂતોએ એક પછી એક મોતને વ્હાલું કરી રહ્યાં છે

ચિંતાજનક એ છે કે પાક નિષ્ફળ જતાં આર્થિક સંકડામણ અનુભવતાં ખેડૂતોએ એક પછી એક મોતને વ્હાલું કરી રહ્યાં છે. આ અગાઉ રાજકોટ જિલ્લાના કોટડા સાંગણી તાલુકાના અરડોઈ ગામમાં 50 વર્ષિય ખેડૂત દીલીપભાઈ વિરીયાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી.  જ્યારે વીંછીયા તાલુકાના રેવાણિયા ગામમાં 49 વર્ષના ગફાર ભાઈે કૂવામાં ઝંપલાવ્યું હતું, રબારિકા ગામમાં 65 વર્ષના ખેડૂતે આત્મહચ્યા કરી હતી.

કૃષિ સહાય માટે ખેડૂતો ધરમધક્કાં ખાઈ રહ્યાં છે

દેવભૂમિ દ્વારાકામાં માનપુરમાં 37 વર્ષના કરશન ભાઈએ આત્મહત્યા કરી હતી. રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું કૃષિ પેકેડ ડાહેર કર્યું છે, પરંતુ ખેડૂતોને સહાયની કાણી પાઈ ચૂકવાઈ નથી. કૃષિ સહાય માટે ખેડૂતો ધરમધક્કાં ખાઈ રહ્યાં છે, પરંતુ સહાય ક્યારે મળશે તે હજુ કંઈ નક્કી નથી. 

ટોપિક્સ:ખેડૂતgstvgujarat