VIDEO: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક
સોર્સ : GSTV
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાલી રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. ગાંધીનગરમાં યોજાયેલી આ બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ હાઈવે, ફ્લાયઓવર અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ પ્રોજેક્ટ્સમાં નડતરરૂપ જમીન સંપાદન અને વન વિભાગની મંજૂરીઓ વહેલી તકે ઉકેલવા સૂચના આપી હતી.

