VIDEO: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિપક્ષના સૂપડા સાફ, 15 મહાપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપ
સોર્સ : GSTV
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોમાં ભાજપનો ભગવો લહેરાયો છે.મહાપાલિક, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે.ભાજપે 15 મહાપાલિકા ક્લિનસ્વીપ કરી છે. 84 નગરપાલિકામાંથી 78 પર ભાજપે કબ્જો જમાવ્યો છે. 34 જિલ્લા પંચાયતમાંથી 33 જિલ્લા પંચાયત પર ભાજપનો દબદબો જોવા મળ્યો છે. અને 260 તાલુકા પંચાયતમાંથી 253 તાલુકા પંચાયત ભાજપે કબ્જે કરી છે. મહાપાલિકામાં કોંગ્રેસ અને આપ ખાતુ પણ ખોલાવી શક્યું નથી. કોંગ્રેસ 84માંથી માત્ર 6 નગરપાલિકા જીતી શક્યું છે. જિલ્લા પંચાયતમાં આપ 34માંથી માત્ર સમ ખાવા પુરતી એક બેઠક જીતી શકી છે.અને 260 તાલુકા પંચાયતમાંથી આપ અને અન્ય પાર્ટીકુલ કુલ 7 બેઠક જીતી શકી છે.

