VIDEO: ગુજરાતમાં નવું ભાડા વિધેયક પસાર: હવે મનફાવે તેમ ડિપોઝિટ નહીં વસૂલાય
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં મકાન માલિકો અને ભાડૂઆતો વચ્ચેના સંબંધોમાં પારદર્શિતા અને શિસ્ત લાવવાના હેતુથી 'ગુજરાત ભાડા વિધેયક-2026' વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ આ વિધેયક ગૃહમાં રજૂ કર્યું હતું. રાજ્યમાં અત્યાર સુધી અમલી 'મુંબઈ ભાડા અને નિવાસ ગૃહદર નિયંત્રણ અધિનિયમ, 1947' ની જગ્યાએ હવે આ નવો કાયદો અમલમાં આવશે.હવેથી રહેણાંક કે વાણિજ્યિક મિલકત લેખિત ભાડા કરાર વિના ભાડે આપી શકાશે નહીં. ભાડા સત્તાધિકારી દ્વારા 3 મહિનામાં ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરાશે અને દરેક કરારને યુનિક આઈડી નંબર ફાળવી વેબસાઈટ પર અપલોડ કરવાનો રહેશે. એડવાન્સ સિક્યોરિટી ડિપોઝિટની રકમ વધુમાં વધુ 3 મહિનાના ભાડા જેટલી જ રાખી શકાશે. મિલકત ખાલી કરતી વખતે તમામ હિસાબ પૂર્ણ કરીને 1 મહિનામાં આ ડિપોઝિટ પરત કરવાની રહેશે.

