Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : lok sabha elections congress announced the third list of candidates

લોકસભા ચૂંટણી : કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની ત્રીજી યાદી, સાબરકાંઠાથી તુષાર ચૌધરીને મળી ટિકિટ

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2024
લાઇવ ટીવીGoogle News
લોકસભા ચૂંટણી : કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની ત્રીજી યાદી, સાબરકાંઠાથી તુષાર ચૌધરીને મળી ટિકિટ

લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. બીજી તરફ ભાજપ સહિતની તમામ રાજકીય પાર્ટીઓ ઉમેદવારને લઈને મનોમંથન કરી રહી છે. ત્યારે કોંગ્રેસે ગુરૂવારે મોડી સાંજે ત્રીજી યાદીમાં 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગુજરાતના 11 ઉમેદવારનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ યાદીમાં 37 અને બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

App Store

કોંગ્રેસે ત્રીજી યાદીમાં ગુજરાતની 11 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા

કોંગ્રેસે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગુજરાતની 11 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, અમરેલી, જામનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ અને સુરત બેઠકનો સમાવેશ થાય છે. જેમાં સાબરકાંઠા સીટ પરથી તુષાર ચૌધરી અને આણંદ બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ટિકિટ આપી છે.

રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે

કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ યાદીમાં 15 જનરલ અને 24 એસસી-એસટી કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થાય છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ રાજનાંદગામથી ચૂંટણી લડશે. જ્યારે શશી થરૂરને તિરુવનંતપુરમથી ટિકિટ આપવામાં આવી હતી.

ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે 16 માર્ચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે.