Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : 'Kunj Commission report of Patidar reservation agitation suppressed by govt'

VIDEO: 'પાટીદાર અનામત આંદોલન બાદ કુંજ કમિશનનો રિપોર્ટ સરકારે દબાવી રાખ્યો', વિધાનસભામાં ઈટાલિયાએ સરકારને ઘેરી

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત વિધાનસભામાં આજે આપ નેતા ગોપાલ ઈટાલિયાએ ગૃહ અને ઉદ્યોગ વિભાગને લગતા પ્રશ્નો ઉઠાવ્યા. પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલી હિંસા અંગે રચાયેલા જસ્ટિસ કુંજ કમિશને 8 જુલાઈ 2020ના રોજ સરકારને રિપોર્ટ સોંપ્યો હોવા છતાં કાર્યવાહી કેમ ન થઈ તે અંગે સવાલ કર્યો. હીરા ઉદ્યોગની મંદી વચ્ચે રત્નકલાકારોને મળેલી સહાય અંગે પણ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો. તેમના જણાવ્યા મુજબ સુરતમાં 74 હજાર અરજીઓમાંથી 47 હજાર રત્નકલાકારોને સહાય મળી. જૂનાગઢમાં 2,982માંથી 640 અને ભેંસાણમાં 893માંથી 256 અરજદારોને સહાય મળી. આ ઉપરાંત પોલીસને ઓન-પેમેન્ટ બંદોબસ્ત તરીકે ફાળવવાના મુદ્દે પણ ઈટાલિયાએ સરકારને ઘેરી હતી.

App Store