Gandhinagar news: રાજ્યના ઇન્ચાર્જ DGP તરીકે કે.એલ.એન.રાવને સોંપાઈ જવાબદારી, વિકાસ સહાય થયા નિવૃત્ત

સોર્સ : GSTV
ગુજરાતના DGP વિકાસ સહાયનું એક્ટેન્શન પૂર્ણ થતાં આજે(31 ડિસેમ્બર) તેઓ નિવૃત્ત થયા છે. ત્યારે ડૉ કે.એલ.એન. રાવને ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ DGP બનાવાયા છે. હાલ કે.એલ.એન.રાવ CID ક્રાઈમમાં કાર્યરત છે.
ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી છે તેમજ નિવૃત્તિને 22 મહિનાનો સમય બાકી છે, ત્યારે તેમણે ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ DGPની જવાબદારી સોંપવામાં આવી છે.
ડૉ. કે.એલ.એન.રાવ (ડૉ. કે લક્ષ્મી નારાયણ રાવ, IPS)
- જન્મ: 26 ઓકટોબર,1967
- અભ્યાસ: M.Sc, Ph. D
- વતન: ટીની, તેલંગાણા
- બેચ:1992
- હાલનું પોસ્ટિંગ: CID ક્રાઈમના વડા
- નવી જવાબદારી: ઇન્ચાર્જ DGP ગુજરાત
- નિવૃત્તિ: ઓકટોબર, 2027
આ ઉપરાંત ડૉ. કે.એલ.એન.રાવે ખેડા, મહેસાણા, સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં પણ ફરજ બજાવી હતી. રાજકોટ રેન્જ DIG અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેમણે ઘણા સમય સુધી ગુજરાતની અનેક જેલોના વડા તરીકે પણ ફરજ નિભાવી છે.

