Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Jagadish Vishwakarma decides on the responsibilities of 4 General Secretaries

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ 4 મહામંત્રીઓની જવાબદારી નક્કી કરી, જાણો કોણ ક્યાં નિમાયા

Timeછેલ્લું અપડેટ : 31 Dec 2025
લાઇવ ટીવીGoogle News
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ 4 મહામંત્રીઓની જવાબદારી નક્કી કરી, જાણો કોણ ક્યાં નિમાયા
સોર્સ : google

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સંગઠન માળખા માટે પોતાની નવી ટીમની જાહેરાત કરી દેવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનની સહમતીથી નવી ટીમની વરણી કરવામાં આવી છે. જેમાં 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ 4 મહામંત્રીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. જગદીશ પંચાલની ટીમમાં અનિરુદ્ધ દવે, અજય બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રશાંત કોરાટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.

App Store

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલે આજે ચારેય મહામંત્રીઓને તેમની જવાબદારી સોંપી છે. અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્ર ઝોન ના મહામંત્રી બનાવ્યા છે. તો પ્રશાંત કોરાટ ને દક્ષિણ ઝોન અન્ય મુખ્ય મથક પ્રભારી બનાવ્યા છે. અજય બ્રહ્મભટ્ટને ઉત્તર ઝોનના મહામંત્રી બનાવ્યા અને હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ઝોનની મહામંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે.