ગુજરાતને મળી શકે છે નવા IB ચીફ, IPS પિયુષ પટેલ ગુજરાત કેડરમાં ફરશે પરત

વર્ષ 1998 બેચના IPS પિયુષ પટેલને હોમ કેડર ગુજરાતમાં તાત્કાલિક પરત મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે. IPS પિયુષ પટેલ હાલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં ઈન્સ્પેક્ટર જનરલ છે. પિયુષ પટેલને હવે બોર્ડર સિક્યુરિટી ફોર્સથી ગુજરાત કેડર પરત લાવવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, હાલ રાજ્ય સરકારના ગૃહ વિભાગનું ગુપ્તચર વિભાગ IGP કક્ષાના અધિકારી એમ. એસ. ભરાડા પાસે છે. જેઓ અન્ય ચાર્જ પણ સાંભળી રહ્યા છે. સરકાર હવે ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ને લઈને હાલ કોઈ રિસ્ક લેવા માંગતી નથી. જેથી હવે પિયુષ પટેલ કે જે અગાઉ આઈબીની કામગીરીથી જાણકાર હોવાથી તેમને આ હવાલો સોંપી શકે છે.
ગુજરાતના ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ચીફ IPS આર.બી.બ્રહ્મભટ્ટ ગુજરાત પોલીસ સેવામાંથી એડી તરીકે નિવૃત્ત થયા હતા. એ જગ્યા પર હવે સરકાર પિયુષ પટેલની નિમણૂક કરી શકે છે.
કોણ છે પિયુષ પટેલ?
28 નવેમ્બર 1971ના રોજ જન્મેલા પિયુષ પટેલ મૂળ અમદાવાદના છે. તેમણે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બીઈની ડિગ્રી મેળવી છે. અત્યાર સુધી તેઓ અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) તરીકે સુરત રેન્જ આઈજીની જવાબદારી નિભાવી રહ્યા હતા. પીયૂષ પટેલ હાલ કેન્દ્ર સરકારમાં બીએસએફમાં છે જ્યાંથી હવે ગુજરાત કેડરમાં પરત આવી રહ્યા છે. અગાઉ તેઓ 2013માં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયા હતા. ત્યારપછી તેઓ ડીઆઈજી તરીકે બીએસએફમાં જોડાયા હતા. આ પછી તે 2016 સુધી BSFમાં રહ્યા. પીયૂષ પટેલને પ્રમોશન મળ્યું હતું અને તેમને એડીજીપીના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી. પીયૂષ પટેલ ઓક્ટોબર 2022માં સુરતના રેન્જ આઈજી બન્યા હતા. આ પહેલા તેઓ ગાંધીનગર (આર્મ્ડ યુનિટ)ના આઈજી હતા.

