Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : 'I will resign as MLA you prove my links Pakistan'

'હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ, પાકિસ્તાન સાથેના સંપર્ક સાબિત કરો': ઉમેશ મકવાણા

Timeછેલ્લું અપડેટ : 07 Mar 2025
લાઇવ ટીવીGoogle News
'હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ, પાકિસ્તાન સાથેના સંપર્ક સાબિત કરો': ઉમેશ મકવાણા

ગુજરાત વિધાનસભામાં બોટાદ જિલ્લામાં દારૂ વેચનાર પર SMC-સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મુદ્દે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં ગૃહ વિભાગ વતી જવાબ આપી રહેલા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે 'ઉમેશ મકવાણા તેમની પાર્ટીના એક સભ્ય શૌકત અલી સૈયદ મૌલાના એટ્રોસિટી ઍક્ટ જેવા ગુનાના આરોપીને છોડાવવા બોટાદ SPને ફોન કરે છે, ધમકી આપે છે. ફોન કરીને વારંવાર ભલામણ કરે છે.' 

App Store

આ મુદ્દે ઉમેશ મકવાણા એ સ્વીકાર કર્યો કે 'તે મૌલાના છે, આમ આદમી પાર્ટીના લઘુમતી મોરચામાં છે અને તેમની સામે અગાઉ કોઈ કેસ ન હતા પણ મારી જ્યારે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત થઈ ત્યારે મૌલાના સામે એકએક કરીને 5 જેટલા અલગ અલગ કેસ કરી તેમનું અપહરણ કરવામાં આવ્યું.'

આ મુદ્દે ગૃહમાં ભારતીય જનતા પાર્ટીના ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર મૌલાના પર પાકિસ્તાન સાથે સંપર્ક હોવાના આરોપ લગાવ્યા હતા. જેના પ્રત્યુત્તરમાં ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે 'સરકાર પાસે CBI-LCB જેવી એજન્સીઓ છે, જેના દ્વારા તપાસ કરાવવામાં આવે અને જો વાત સત્ય સાબિત થાય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દઈશ અથવા તો કાર્યવાહીમાં શબ્દો દૂર કરવામાં આવે.' 

ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા અગાઉ વિધાનસભા ગૃહમાં પોતે માંગેલા હથિયાર પરવાના મુદ્દે રજૂઆત કરી હતી કે બોટાદ SP તેમને હથિયાર પરવાના આપતા નથી અને તે વખતે પણ તેમની વાત સરકારે ધ્યાન પર લીધી ન હતી.