Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Harsh Sanghvi takes oath as Deputy Chief Minister in Bhupendra Patel's new government

ભૂપેન્દ્ર પટેલ 2.0માં હર્ષ સંઘવીનો દબદબો વધ્યો, સૌથી નાની ઉંમરના યુવા ડેપ્યુટી CM બન્યા

Timeછેલ્લું અપડેટ : 17 Oct 2025
લાઇવ ટીવીGoogle News
ભૂપેન્દ્ર પટેલ 2.0માં હર્ષ સંઘવીનો દબદબો વધ્યો, સૌથી નાની ઉંમરના યુવા ડેપ્યુટી CM બન્યા
સોર્સ : gstv

હર્ષ સંઘવી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. વિજય રૂપાણીની સરકારમાં નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા. તે બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર જ્યારે બની ત્યારે નાયબ મુખ્યમંત્રીનું પદ ખાલી રાખવામાં આવ્યું હતું. હવે ફરી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટનું વિસ્તરણ થવા જઇ રહ્યું છે ત્યારે આ પદ ઉપર ગૃહરાજ્યમંત્રી રહી ચુકેલા હર્ષ સંઘવીને પ્રમોશન સાથે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જેઓ સૌથી નાની ઉંમરના ડેપ્યુટી સીએમ બન્યા છે. 

App Store

હર્ષ સંઘવીનો જન્મ ૮ જાન્યુઆરી ૧૯૮૫ના રોજ થયો છે. તેઓ ગુજરાત વિધાનસભામાં મજૂરા વિધાનસભાનું પ્રતિનિધિત્વ છેલ્લા ૩ સત્રથી કરી રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે. હર્ષ સંઘવી સુરતના મજુરા વિધાનસભા બેઠકમાંથી ત્રણ વખતના ધારાસભ્ય છે. હર્ષ સંઘવીની રાજકીય કારકિર્દી યુવા નેતા તરીકે શરૂ થઇ હતી અને તેઓ સમાજસેવા અને યુવા સશક્તિકરણ માટે પણ જાણીતા છે.

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં મજુરા બેઠકમાંથી રેકોર્ડ માર્જિનથી તે જીત્યા હતા અને 27 વર્ષની ઉંમરે ગુજરાત વિધાનસભાના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા.તે બાદ 2017 અને 2022ની ચૂંટણીમાં પણ આ બેઠક પરથી જીતીને ધારાસભ્ય બન્યા હતા.તેઓ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યા છે.

ગુજરાતમાં કેબિનેટનો વિસ્તાર કેમ કરવામાં આવ્યો

ગુજરાતમાં કેબિનેટ વિસ્તાર એક મોટો રાજકીય બદલાવ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી ટીમ સાથે રાજ્ય સરકારને મજબૂત કરવા માંગે છે. 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી સરકારમાં નવી ઊર્જા,વિચાર અને નેતૃત્ત્વને સામેલ કરી શકાય.