VIDEO: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન, જનતાને કરી ખાસ અપીલ
સોર્સ : gstv
આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઇ ગયું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ રહ્યું છે.
આ ચૂંટણીમાં મોટા રાજકીય નેતાઓ પણ સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાના પરિવાર સાથે મતદાન કરશે. ઉપરાંત ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ મતદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે.
ભાજપના 9,237 ઉમેદવારો મેદાનમાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના 9,237 ઉમેદવારો મેદાનમાં છે. જે સૌથી વધુ છે. ત્યારબાદ કોંગ્રેસના 8,443 અને આમ આદમી પાર્ટીના 5,261 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

