Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat news: Did you realize that bridges are weak only after a bridge collapsed?

Gujarat news: ગંભીરા બ્રિજ તૂટ્યા પછી જ ખબર પડી કે બ્રિજો નબળા છે? તપાસ દરમિયાન તમે શું કર્યું? CMએ અધિકારીઓને ઝાટક્યા

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat news: ગંભીરા બ્રિજ તૂટ્યા પછી જ ખબર પડી કે બ્રિજો નબળા છે? તપાસ દરમિયાન તમે શું કર્યું? CMએ અધિકારીઓને ઝાટક્યા
સોર્સ : gstv

ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ કેબિનેટ બેઠકમાં સરકારી અધિકારીઓને આકરી ઝાટકણી કાઢી છે. મળતા અહેવાલ પ્રમાણે પાદરા પાસેના  ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ રાજ્યમાં અચાનક 133 બ્રિજ બંધ કરવાની ઘટનાથી CM નારાજ થયા છે.

App Store

એક બ્રિજ તૂટ્યા પછી જ ખબર પડી કે બ્રિજો નબળા છે?

તેમણે અધિકારીઓને સવાલ કર્યો કે, એક બ્રિજ તૂટ્યા પછી જ ખબર પડી કે બ્રિજો નબળા છે? મે મહિનામાં તપાસ દરમિયાન તમે શું કર્યું? CMએ અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું, ઓફિસમાં બેસીને રિપોર્ટિંગ કરવાનો પગાર નથી મળતો.

ફિલ્ડમાં ઉતરો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહો

ફિલ્ડમાં ઉતરો, નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહો..આ ઉપરાંત, રાજ્યના ત્રણ શહેરોમાં બાંધકામની ગુણવત્તા અને નિયમોનું પાલન ન કરવા બદલ 23 કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવામાં આવ્યો છે.