Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat neglected ? Only ₹1000 crore received for floods and cyclones!

મોદી સરકારમાં પણ ગુજરાતની ઉપેક્ષા? પૂર-વાવાઝોડામાં ₹3277 કરોડની માંગણી સામે મળ્યા માત્ર ₹1000 કરોડ!

Timeછેલ્લું અપડેટ : 12 Feb 2026
લાઇવ ટીવીGoogle News
મોદી સરકારમાં પણ ગુજરાતની ઉપેક્ષા? પૂર-વાવાઝોડામાં ₹3277 કરોડની માંગણી સામે મળ્યા માત્ર ₹1000 કરોડ!
સોર્સ : AI

Flood-Cyclone Losses In Gujarat: છેલ્લાં ત્રણેક વર્ષમાં પુર-વાવાઝોડા જેવી કુદરતી આફતોને કારણે ગુજરાતને ભારે નુકસાન પહોંચ્યું છે. આ વખતે પણ ચોમાસામાં ભારે વરસાદ વરસતાં ખેતીને એટલું નુકશાન પહોચ્યુંકે, રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવું પડ્યુ હતું. કેન્દ્રનો ગુજરાતને અન્યાયને વાતો કરી ભાજપે કોંગ્રેસની કેન્દ્ર સરકારને ગાળો ભાંડવામાં જરાય કસર છોડી ન હતી. હવે ખુદ કેન્દ્ર સરકારે જ સંસદમાં માહિતી રજૂ કરી છે કે, પુર-વાવાઝોડા વખતે ગુજરાત સરકારે કુલ મળતીને 3377 કરોડ રૂપિયાની નાણાંકીય સહાય કરવા રજૂઆત કરી હતી, પરંતુ કેન્દ્રએ માત્ર એક હજાર આપી હાથ અધ્ધર કરી લીધા હતા.

App Store

કેન્દ્રએ ગુજરાતનો હાથ ઝાલ્યો નહીં

છેલ્લાં કેટલાંક વખતથી ગુજરાત જાણે કુદરતી આફતોથી ઘેરાયેલુ રહ્યું છે. ચાલુ વર્ષે પણ કમોસમી વરસાદથી ગુજરાતમાં 15 હજાર ગામોમાં કુલ મળીને 42 લાખ હેક્ટરમાં ખેતીને નુકશાન પહોચ્યું હતું. પુર અને વાવાઝોડા જેવી કુદરતી આફતોમાં લોકોને સલામત સ્થળ-રહેવા-જમવાની વ્યવસ્થા, રસ્તાઓનું સમારકામ જેવી બચાવ કામગીરી કરવી જરૂરી હોય છે. ખેડૂતો જ નહીં, અસરગ્રસ્તોને રાહત સહાય પહોંચાડવી પડે છે.

માંગણી કરાઈ છતાં મદદ ન મળી

કેન્દ્રીય ગૃહ વિભાગે સંસદમાં વિગતો રજૂ કરી છેકે, વર્ષ 2021-22માં તૌકતે વાવાઝોડુ ગુજરાત પર ત્રાટક્યુ હતું. દરિયાકાંઠાના વિસ્તોરોમાં ભારે તબાહી મચી હતી. માછીમારી ઉપરાંત બાગાયાતી પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. તે વખતે રાજ્ય સરકારે સર્વે કરીને 2448 કરોડ રૂપિયાની મદદ કરી કેન્દ્ર સરકારે 1133 કરોડ રૂપિયા મંજૂર કરીને સહાય કરવા વચન આપ્યું હતું. આખરે એક હજાર કરોડ આપીને સંતોષ માણી લીધો હતો. 

આ ઉપરાંત વર્ષ 2022-23માં પુર હતું. આવતા ફરી રાજ્ય સરકારે 152 કરોડ રૂપિયા આપવા માંગ કરી ત્યારે 82.53 કરોડ રૂપિયા ભારે મંજૂર કર્યા હતાં. પણ ગુજરાતને કાણીપાઈ આપી નહીં. આજ પ્રમાણે વર્ષ 2023-24માં બિપરજોય વાવાઝોડાએ ભારે  તબાહી મચાવી હતી. જેના કારણોસર  ગુજરાત સરકારે 704 કરોડ રૂપિયા આપવા માંગી માંગ કરી તો 338 કરોડ રૂપિયા મંજૂર કરી કેન્દ્ર સરકારે કોણીએ ગોળ ચોટાડ્યો હતો. તે વખતે પણ ગુજરાતને ફદિયુ ય ચૂકવ્યુ નહીં. આમ કુદરતી આફતોમાં સહાયમાં કેન્દ્ર સરકારે કંજૂસી દાખવી હતી.