Gujarat Budget:રાજ્ય સરકારે શિક્ષણ માટે રૂ. 59,999 કરોડ ફાળવ્યા, જાણો વિદ્યાર્થીઓનો શું મળ્યું

Gujarat Budget:રાજ્યમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણવ્યવસ્થા જાળવવા માટે રૂપિયા 59,999 કરોડ ફાળવ્યા છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત શાળાઓના ૨૫ હજારથી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે રૂ.૨૯૧૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજીત ૨૨ હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતીનું કાર્યચાલી રહ્યું છે. મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ અંદાજે 75 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે રૂપિયા ૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અંદાજે 90 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે રૂપિયા ૭૦ કરોડની ફાળવણી કરાઈ છે.
નમો લક્ષ્મી યોજના માટે રૂ.૧૨૫૦ કરોડ
રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે રૂ.૭૮૨ કરોડ
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે રૂ.૨૫૦ કરોડ
એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન માટે રૂ.૨૨૩ કરોડ
જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઑફ એકસલન્સ માટે રૂ.૨૦૦ કરોડ

