VIDEO: ગાંધીનગર મહાપાલિકા ચૂંટણી: હોબાળા વચ્ચે શાંતિપૂર્ણ રીતે અંદાજે ૫૫ ટકા મતદાન નોંધાયું
સોર્સ : gstv
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં હોબાળાની કેટલીક ઘટનાઓ બાદ કરતા શાંતી પૂર્ણ મતદાન પૂર્ણ થયું. 11 વોર્ડની 44 બેઠકો પર અંદાજિત 55 ટકા કરતા વધુ મતદાન નોંધાયું. 6 વાગ્યે મતદાન પૂર્ણ થતા ઈવીએમ સીલ કરી સ્ટ્રોંગરૂમમાં રાખવાની કામગીરી થઈ છે..13મીએ મતગણતરી હાથ ધરાશે.આજે બપોરે એક વાગ્યા સુધી 31 ટકા આસપાસ મતદાન નોંધાયુ હતુ..જે બાદ બપોરના સમયે પણ લોકોની મતદાન માટે લાંબી કતારો જોવા મળી અને સાંજ સુધી અંદાજે 55 ટકા મતદાન થયુ.

