Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Former MLA Nalin Kotadiya convicted in Bitcoin extortion case

Surat news: બિટકોઇન ખંડણી કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને દોષિત, જાણો શું છે સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Surat news:  બિટકોઇન ખંડણી કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને દોષિત, જાણો શું છે સમગ્ર મામલો
સોર્સ : GSTV

સુરતના ચકચારી બિટકોઇન ખંડણી કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં તત્કાલિન અમરેલીના પોલીસ અધિક્ષક (SP) જગદીશ પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અનંત પટેલને પણ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. આ ચુકાદો ગુજરાતમાં પોલીસ અને રાજકારણીઓની સંડોવણીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

App Store

શું હતો કેસ?

વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે બિટકોઇન ખંડણીનો આ કેસ સામે હતો. શૈલેષ ભટ્ટનું પીઆઈ અનંત પટેલ સહિતની પોલીસ ટીમે અપહરણ કર્યું હતું. અપહરણકારોએ તેમને ગાંધીનગર નજીક લઈ જઈને તેમની પાસેથી 9 કરોડ રૂપિયાની કિંમતના 176 બિટકોઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની સંડોવણી સામે આવી હતી.

પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા, અમરેલીના તત્કાલિન એસપી જગદીશ પટેલ સહિતના નામ ખૂલ્યા

આ કેસમાં અમરેલીના પીઆઈ અનંત પટેલ અને તેમની ટીમ સરકારી વાહનોનો ઉપયોગ કરીને શૈલષ ભટ્ટનું અપહરણ કર્યું હતું અને ત્યાર પછી તેના પાસે ખંડણી પણ માંગી હતી. આ દરમિયાન સીઆઈડી ક્રાઈમે અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અનંત પટેલ સહિત 10 પોલીસ કર્મચારી તેમજ સુરતના વકીલ કેતન પટેલની ધરપકડ કરી હતી. કેતન પટેલની પૂછપરછમાં જ પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા, અમરેલીના તત્કાલિન એસપી જગદીશ પટેલ સહિતના નામ ખૂલ્યા હતા. જેના આધારે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે જગદીશ પટેલની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ આ કેસમાં સમયાંતરે કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.