Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Five days of rain forecast in the state, the drought situation will improve?

VIDEO: રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી, દુકાળની પરિસ્થિતિ સુધરશે?

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં ચોમાસાનો વધુ એક સક્રિય રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યભરમાં ગાજવીજ સાથે વ્યાપક વરસાદની સંભાવના છે. ખાસ કરીને 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, જેને પગલે તંત્ર દ્વારા ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. 10 અને 11 સપ્ટેમ્બરે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ બાદ 12 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ પડશે. દમણમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. 13 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં યેલો એલર્ટ આપાયું છે. આસિવાય રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદનું યેલો એલર્ટ રહેશે. 14 અને 15 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં મેઘરમહેર જોવા મળશે

App Store