VIDEO: ગાંધીનગરના સરગાસણમાં ચૂંટણી માહોલ: રોડ-રસ્તા અને પાણીના મુદ્દે મતાધિકારનો ઉપયોગ કર્યો
સોર્સ : gstv
ગાંધીનગરમાં ચૂંટણી માહોલ જામ્યો છે, ત્યારે સરગાસણ ખાતે સ્થિત મતદાન મથકે લોકો મોટી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છે. જીએસટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં સ્થાનિક નાગરિકોએ વિસ્તારની પ્રાથમિક સમસ્યાઓ અંગે રોષ ઠાલવ્યો હતો. રહેવાસીઓએ જણાવ્યું કે ગાંધીનગરમાં રોડ-રસ્તાની હાલત અત્યંત ખરાબ છે અને અવારનવાર પીવાનું ગંદુ પાણી આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ તમામ સ્થાનિક પ્રશ્નોને ધ્યાનમાં રાખીને જનતા મતદાન કરી રહી છે.

