નિર્લિપ્ત રાયના રિપોર્ટ બાદ DGP એક્શનમાં, કથિત વહીવટદાર કેસમાં 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

અમદાવાદ શહેરમાંથી 13 પોલીસ કર્મચારીની ગત નવેમ્બરમાં જિલ્લા બદલી કરાઈ હતી. પોલીસ વિભાગની મંજૂરી વિના ચાલુ પગારે પોલીસ કર્મીઓએ અનેક વિદેશ પ્રવાસ કર્યા હતા. જે મામલે હવે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. 13 પૈકી 4 પોલીસ કર્મચારીઓને ગુજરાત પોલીસના DGP વિકાસ સહાયે સસ્પેન્ડ કર્યા છે..
ઉલ્લેખનીય છે કે, 13 પોલીસ કર્મચારી જે કથિત વહીવટદાર તરીકે કામ કરી રહ્યા હતા તેની તપાસ નિર્લિપ્ત રાયને સોંપાઈ હતી. સમગ્ર મામલે નિર્લિપ્ત રાયના સ્ફોટક તપાસ રિપોર્ટ બાદ DGP એક્શનમાં આવતા ગુજરાત પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
બદલી કરાયેલા 13 પોલીસ કર્મચારીઓ પૈકી 4 જેમાં હેડ કૉન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ (બોટાદ), પો.કૉ. હરવિજયસિંહ ચાવડા (અમરેલી) મહિપતસિંહ ચૌહાણ (જામનગર) અને મહેન્દ્રસિંહ દરબાર (જામનગર) ને ડીજીપી વિકાસ સહાયે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

