Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : CM Bhupendra Patel introduced UCC Bill in the Assembly

Gandhinagar News: સીએમ ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં રજૂ કર્યું UCC બિલ, જાણો આ બિલની મુખ્ય જોગવાઈઓ

Timeછેલ્લું અપડેટ : 24 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Gandhinagar News: સીએમ ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં રજૂ કર્યું UCC બિલ, જાણો આ બિલની મુખ્ય જોગવાઈઓ
સોર્સ : GSTV

ગુજરાત સરકાર દ્વારા આજે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં આ બિલ રજૂ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી સુધારાની પરંપરાને આગળ ધપાવતા આઝાદીના સાત દાયકા બાદ દેશમાં સમાન ન્યાય અને સમાન કાયદાની દિશામાં ગુજરાત અગ્રેસર બન્યું છે.

App Store

બિલ રજૂ કરતા મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણી સનાતન સંસ્કૃતિએ હંમેશા એકતાના પાઠ શીખવાડ્યા છે. ધર્મ ભલે અલગ હોય, પણ તમામ નાગરિકો માટે ન્યાયની પ્રક્રિયા એક સમાન હોવી જોઈએ. આ બિલ ગુજરાતના નાગરિકોની આકાંક્ષા અને રાજ્યની અખંડિતતાને જોડતું મહત્વનું કદમ છે.

UCC બિલની મુખ્ય જોગવાઈઓ અને દંડ:

બિલમાં લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન રિલેશનશિપને લઈને અત્યંત મહત્વના ફેરફારો સૂચવવામાં આવ્યા છે.
ફરજિયાત નોંધણી: લગ્ન અને છૂટાછેડાની 7 દિવસમાં નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. તેમ ન કરનારને 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

લિવ-ઈન રિલેશનશિપ: લિવ-ઈન રિલેશનમાં રહેતા યુગલોએ પણ ફરજિયાત નોંધણી કરાવવી પડશે. કલમ 384 હેઠળ તેને કાનૂની સુરક્ષા આપવામાં આવી છે, પરંતુ નોંધણી ન કરાવનાર સામે દંડની કાર્યવાહી થશે.

છૂટાછેડાના નિયમો: કોર્ટની બહાર કરવામાં આવેલા છૂટાછેડા હવે અમાન્ય ગણાશે. જો કોઈ આવું કરશે તો તેને 3 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

બળજબરીથી લગ્ન: જો કોઈ વ્યક્તિ બળજબરીથી લગ્ન કરાવશે અથવા કરશે, તો તેને 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

નારી સન્માન અને વારસા હક

આ બિલને નારી સન્માન માટેનું મહત્વનું હથિયાર ગણાવતા સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ગુજરાતની તમામ દીકરીઓને પિતાની સંપત્તિમાં દીકરા જેટલો જ સમાન હક મળશે. તેમજ 'નિકાહ હલાલ' જેવી અમાનવીય પ્રથાઓનો કાયમી અંત આવશે.

મુખ્યમંત્રીએ ગૃહમાં કહ્યું  કે, લઘુમતી સમાજમાં પ્રચલિત સામાજિક પરંપરાઓ (જેમ કે કાકાની દીકરી સાથે લગ્ન) ને કાયદો રોકશે નહીં. સાથે જ તેમણે આદિવાસી સમાજને આશ્વાસન આપ્યું હતું કે, આ બિલ આદિવાસી સંસ્કૃતિ કે પરંપરામાં કોઈ પણ પ્રકારની અડચણ ઉભી કરશે નહીં. અમુક લોકો દ્વારા ફેલાવવામાં આવતા ભયથી ગભરાવાની જરૂર નથી.