Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Chief Minister upset with officials over dilapidated road issue, orders issued immediately

Gandhinagar news: બિસ્માર રસ્તા મુદ્દે મુખ્યમંત્રી અધિકારીઓથી ખફા, તાબડતોબ આપ્યા આ આદેશ

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: બિસ્માર રસ્તા મુદ્દે મુખ્યમંત્રી અધિકારીઓથી ખફા, તાબડતોબ આપ્યા આ આદેશ
સોર્સ : GSTV

રાજ્યમાં વરસાદ બાદ ઠેર ઠેર તૂટેલા રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે મુખ્યમંત્રીએ પણ બિસ્માર રસ્તા મામલે અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે અને અધિકારીઓ-કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી આદેશ પણ આપ્યા છે.

App Store

 જવાબદાર અધિકારીઓ-કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીનો હુકમ 

ગુજરાતમાં વરસાદ બાદ મેગાસિટીથી લઇ ગામડા સુધીના રસ્તા બિસ્માર થતા લોકોમાં સરકાર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. વિપક્ષ પણ આ મુદ્દાને ઉઠાવી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી પણ ગાંધીનગરમાં કેબીનેટની બેઠકમાં તૂટેલા રસ્તા મુદ્દે નારાજગી વ્યકત કરી છે અને એક જ વર્ષમાં બનેલા રસ્તાઓ તુટ્યા હોય તેની યાદી બનાવવા આદેશ આપ્યો છે, ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી હુકમ પણ કર્યો છે. આ સાથે કેબીનેટની બેઠકમાં પૂર બાદ થઇ રહેલી રાહત કામગીરીમાં પુરજોશમાં કરવાની પણ સૂચના અપાઈ છે.