VIDEO: ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય: જિલ્લા અદાલતોમાં હવે A4 સાઇઝનો કાગળ ફરજિયાત!
સોર્સ : gstv
ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને રાજ્યની તમામ જિલ્લા અદાલતોમાં ૧ ઓગસ્ટ ૨૦૨૬થી દસ્તાવેજો માટે A4 સાઇઝના કાગળનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ તમામ અરજીઓ, સોગંદનામા, અપીલ મેમોરેન્ડમ, હુકમો અને ચુકાદાઓ માટે ઓછામાં ઓછી ૭૫ GSM ગુણવત્તા ધરાવતા કાગળની બંને બાજુ પ્રિન્ટિંગ કરવાની રહેશે. ગુજરાતી દસ્તાવેજો માટે લોહિત ગુજરાતી, નોટો સન્સ ગુજરાતી અને નોટો સેરિફ ગુજરાતી સહિત અંગ્રેજી માટે ટાઈમ્સ ન્યૂ રોમન ફોન્ટનું નિયત ફોર્મેટ નક્કી કરાયું છે. જોકે, પોલીસ પેપર્સ, ચાર્જશીટ, FSL રિપોર્ટ, મૂળ દસ્તાવેજો, વકાલતનામા અને નકશાઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. જૂના પરિપત્રો રદ કરીને અમલમાં મૂકાયેલી આ નવી માર્ગદર્શિકાના અમલીકરણ માટે હાઈકોર્ટે વધુ સમયમર્યાદા આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે.

