VIDEO: સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટનો મોટો નિર્ણય: ઘાસચારાની તંગી રોકવા કલેક્ટરોને સોંપાઈ તમામ સત્તા
સોર્સ : gstv
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના વર્તમાન પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને વરસાદ ખેંચાવાને કારણે કેટલાક વિસ્તારોમાં સર્જાયેલી ઘાસચારાની અછતની સ્થિતિ પર વિશેષ મંથન થયું હતું. પશુપાલકોને મુશ્કેલી ન પડે અને ઘાસચારાની કોઈ અછત ન સર્જાય તે માટે કેબિનેટમાં એક મોટો નિર્ણય લેવાયો છે. હવેથી ઘાસચારાની તંગીને પહોંચી વળવા માટેની તમામ સત્તા સીધી જિલ્લા કલેક્ટરોને સોંપવામાં આવી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ વહીવટી પ્રક્રિયાનો સમય ઘટાડવાનો છે, જેથી કલેક્ટર પરિસ્થિતિ અનુસાર તાત્કાલિક અને ઝડપી નિર્ણયો લઈ પશુપાલકોને સમયસર રાહત પહોંચાડી શકે.

