VIDEO: ભીષ્મ ક્યુબ ટેક્નોલોજીથી આકસ્મિક સ્થિતિમાં લોકોના જીવ બચાવી શકાશે
સોર્સ : gstv
ગુજરાત વિધાનસભામાં મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં જ નિર્મિત ભીષ્મ ક્યુબનું ત્રણ દિવસીય પ્રદર્શન યોજાયું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના જણાવ્યા મુજબ, આ આધુનિક ક્યુબ ટેક્નોલોજી દ્વારા ભૂકંપ, યુદ્ધ, બિલ્ડિંગ ધરાશાયી કે આગ જેવી ઇમરજન્સીમાં અંદાજે ૩૦૦ લોકોના જીવ બચાવી શકાશે. આ ક્યુબમાં ઇમરજન્સી મેડિસિન, ECG, X-Ray અને પ્રાથમિક સર્જરી જેવી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે. સોલાર સિસ્ટમ અને જનરેટરથી સજ્જ હોવાથી વીજળી વિનાના દુર્ગમ કે જંગલ વિસ્તારોમાં પણ તે ઉપયોગી બનશે. આ ક્યુબમાં રહેલી રોબોટિક રિંગ ૨ કિલોમીટર દૂરથી ૨૦૦ કિલો સુધીનું વજન ઉપાડીને લોકોને બચાવવાની તેમજ ૩૦ કિલોમીટર સુધી રિમોટ કંટ્રોલથી કામ કરવાની ક્ષમતા ધરાવે છે.

