રાજયમાં નવી 9 મહાનગરપાલિકા આજથી અમલમાં, સરકારે 9 કમિશનરોની કરી નિમણુંક; જુઓ લિસ્ટ

નવા વર્ષના પ્રથમ દિવસે પહેલી જાન્યુઆરીએ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં નવ નગરપાલિકાને મહા નગરપાલિકા તરીકે મંજૂરી અપાઈ છે. મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને હવે મહા નગરપાલિકાનો દરજ્જો અપાયો છે. છેલ્લા ઘણાં સમયથી આ નગરોના રહેવાસીઓની માગ હતી, જેથી લોકોમાં ખુશીનો માહોલ છે.
ગુજરાત સરકારે નવી 9 મ્યુનિસિપલ કોર્પોરેશન આજથી અમલમાં મૂકી છે તેમાં કમિશ્નરોની નિમણુંક પણ કરી દીધી છે.
લિસ્ટ:

પાલિકાઓની ચૂંટણી પર પડશે અસર!
આ નગર પાલિકાઓને મહા નગરપાલિકા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપી રાજ્ય સરકાર ગુજરાતીઓને નવા વર્ષની ભેટ આપી છે. સૂત્રોના મતે, રાજ્યમાં 85 પાલિકાની ચૂંટણીઓ યોજાવવાની હતી, પરંતુ જો નવ પાલિકાને મહા નગરપાલિકાનો દરજ્જો અપાતા ઘણાં વહીવટી ફેરફાર થઈ શકે છે કારણ કે, નવી મહા નગરપાલિકામાં જ અન્ય નગરપાલિકાને ભેળવી દેવાશે. આ જોતાં 60 પાલિકાની ચૂંટણીઓ યોજાય તેવી પણ શક્યતા છે.

