Video: ભાજપ બાદ કોંગ્રેસે ભારતનો વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો, AI સમિટમાં વિરોધ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલના પ્રહાર
દિલ્હીમાં એઆઈ સમિટમાં આંતરરાષ્ટ્રીય મંચ પર યુથ કોંગ્રેસના કાર્યકરોએ શર્ટલેસ થઈ જે રીતે વિરોધ પ્રદર્શન તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ઘણા રાજકીય પક્ષોએ આ ઘટનાને વખોડી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તીખી પ્રતિક્રિયા આપી કોંગ્રેસે માફી માગવી માગ કરી. તેમણે કહ્યું કોંગ્રેસ આ વિરોધ કરીને પોતાની માનસિકતા દર્શાવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન અને નેતૃત્વમાં વિશ્વ એ નવા ભારતનો ઉદય એ.આઇ ઇમ્પેક્ટ સમિટની ભવ્ય સફળતાથી જોયો છે. આવી ઉપલબ્ધી અને આ સમિટથી વૈશ્વિક સ્તરે ઉભરી રહેલી ભારતની છબીને સાંખી નહીં શકનારા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ભાજપનો વિરોધ કરતા કરતા કોંગ્રેસે ભારતનો વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો છે. જ્યારે જ્યારે ભારતનો ડંકો વિશ્વમાં વાગે છે ત્યારે ત્યારે તેનો વિરોધ કરવાની કોંગ્રેસની જૂની આદત છે.

