VIDEO: 20મી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે
સોર્સ : gstv
ગુજરાતના રમતગમત ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ સામે આવી છે. જાપાનમાં યોજાનારી 20મી એશિયન ગેમ્સમાં રાજ્યના રેકોર્ડ બ્રેક 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાતમાંથી 9 મુખ્ય ખેલાડીઓ અને 1 રિઝર્વ ખેલાડીની પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2014માં એશિયન ગેમ્સ માટે ગુજરાતમાંથી માત્ર 3 ખેલાડીઓ પસંદ થયા હતા, જ્યારે હવે 12 વર્ષમાં આ સંખ્યા ત્રણ ગણી વધી છે. રાજ્ય સરકારની ખેલ મહાકુંભ અને શક્તિદૂત યોજના સહિતની પહેલના પરિણામે ગુજરાતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના રમતગમત ક્ષેત્રના વિઝનને કારણે ગુજરાત હવે સ્પોર્ટ્સ પાવરહાઉસ તરીકે ઉભરી રહ્યું છે.

