Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : 4 regional summits to be organized instead of Vibrant in 2026

વિધાનસભાની ચૂંટણીનો લાભ લેવા Vibrant Summit 2027માં યોજાશે, 2026માં 4 પ્રાદેશિક સમિટનું આયોજન

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2025
લાઇવ ટીવીGoogle News
વિધાનસભાની ચૂંટણીનો લાભ લેવા Vibrant Summit 2027માં યોજાશે, 2026માં 4 પ્રાદેશિક સમિટનું આયોજન

રાજ્યમાં દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એક વર્ષનો ગેપ પડશે. વર્ષમાં 2027માં આવનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે Vibrant Summit યોજવાનું આયોજન કર્યું છે. વર્ષ 2026માં યોજાનાર 11મી સમિટ હવે વર્ષ 2027માં યોજાશે. રાજ્યમાં 2027 માં જાન્યુઆરીમાં યોજાનારા Vibrant Summit પહેલા રાજ્યમાં ઓક્ટોબર 2025થી ચાર ઝોનમાં મીની વાઇબ્રન્ટ યોજવાનો રાજ્યના ઉદ્યોગ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંગે રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતાસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આની વિધિવત જાહેરાત જુલાઈ મહિનામાં કરશે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ, મધ્ય ગુજરાતમાં વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે મીની વાઇબ્રન્ટ યોજવામાં આવશે. 

App Store

ગુજરાત સરકારે વાઈબ્રન્ટ સમિટ વર્ષ 2026માં 9થી 10 ઓક્ટોબરે મહેસાણાથી 11મી વાઇબ્રન્ટ સમિટનો આરંભ થશે. જ્યારે 9-10 જાન્યુઆરી, 2026માં રાજકોટ, માર્ચમાં સુરત અને જુનમાં વડોદરામાં મિનિ સમિટ મળશે. ત્યાર બાદ 11મી વાઈબ્રન્ટ સમિટ વર્ષ 2027માં મહાત્મા મંદિર ખાતે યોજાશે.  અમદાવાદ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ઔદ્યોગિક સેક્ટરમાં મુડી રોકાણ માટે પ્રાદેશિક સમિટ યોજાશે. 2024માં વાઇબ્રન્ટ સમિટ પહેલા અધિકારીઓને વિદેશ મોકલાયા હતા, જ્યારે આ વખતે હાલ એવું કોઇ આયોજન નથી.

રાજ્ય સરકાર જાન્યુઆરી 2027ની વાઇબ્રન્ટ સમિટ પહેલા રાજ્યભરમાં પ્રમોશનલ ઈવેન્ટ્સ યોજશે. વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે કેટલીક પોલિસીમાં પણ બદલાવ કરવામાં આવશે. બજેટ 2025-26માં બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટર્સ સમિટની તૈયારી માટે ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટને રૂપિયા 175 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. સરકારે જાન્યુઆરી 2026ના બદલ આ સમિટ 2027માં યોજવાનું બનાવી લીધું છે.