Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Former Gujarat IPS officer V.M. Pargi passes away, had been ill for a long time

ગુજરાતના પૂર્વ IPS અધિકારી વી.એમ.પારગીનું થયું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Timeછેલ્લું અપડેટ : 04 Jan 2025
લાઇવ ટીવીGoogle News
ગુજરાતના પૂર્વ IPS અધિકારી વી.એમ.પારગીનું થયું નિધન, લાંબા સમયથી હતા બીમાર

ગુજરાતના પૂર્વ આઇપીએસ અધિકારી વી.એમ.પારગીનું લાંબી બીમારી બાદ આજે નિધન થયું છે. ગુજરાત કેડર 1988ની બેચના આઈપીએસ અધિકારી જેઓ હિંમત અને પ્રતિબદ્ધતાનું પ્રતિક ગણાતા વી.એમ.પારગી બીમારી સામે લાંબા સમયની લડત બાદ આજે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી IPS બેડામાં શોકની લાગણી જોવા મળી છે.

App Store

કોણ હતા વી.એમ.પારગી

પૂર્વ આઇપીએસ વી.એમ. પારગીનું સંતરામપુરના ખેડપા ગામના વતની હતી. વી.એમ. પારગી આદિવાસી સમાજનું ગૌરવ ગણાતા હતા. તેમણે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન સુરત શહેરમાં સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક એન્ડ ક્રાઈમ), એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ગાંધીનગર)  સહિત વિવિધ મહત્વના હોદ્દાઓ પર ફરજ બજાવી હતી. તેઓ નિવૃતિ બાદ આદિવાસી સમાજના ઉત્થાન માટે સમાજસેવા કરી રહ્યા હતા. તેમને ગણતરી નોન કરપ્ટેડ અધિકારીઓમાં થતી હતી.