દ્વારકામાં શોર્ટ સર્કિટથી ઘરમાં લાગી આગ, 7 મહિનાની બાળકી સહિત 4 લોકોના મોત

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. મળતા અહેવાલ પ્રમાણે દ્વારકામાં રહેણાંક વિસ્તારમાં એક મકાનમાં આગ લાગતા 4 લોકો જીવતા ભૂંજાયા છે. દ્વારકા વિસ્તારના આદિત્ય રોડ પર આવેલા મકાનમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં પરિનવારના દાદી, પતિ પત્ની અને સાત મહિનાની બાળકીનું કરૂણ મોત નિપજ્યું છે. ઘટનાથી સમગ્ર ગૂગળી સમાજમાં ભારે શોક વ્યાપી ગયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આગ શોર્ટસર્કિટના કારણે લાગી હતી.
મૃતકો
-
પાવન કમલેશ ઉપાધ્યાય (30),
-
તિથિ પવાન ઉપાધ્યાય (27),
-
ધ્યાના (7 માસ),
-
ભામિનીબેન કમલેશભાઈ ઉપાધ્યાય (પાવનના માતા)
એક જ પરિવારના 4 સભ્યોના મોત
આગ પરોઢીયે 4 વાગ્યે લાગી હતી. એક જ પરિવારના 4 સભ્યોના મોતથી સમગ્ર વિસ્તારમાં પણ ફફડાય વ્યાપી હતી. તમામના મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

