VIDEO: દ્વારકાના હાથલામાં યુવક પર હુમલાનો વીડિયો વાયરલ, કાયદા વ્યવસ્થા પર સવાલો
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં આવેલા હાથલા ગામે જાહેર રસ્તા પર જ એક યુવાન પર બે વ્યક્તિઓ દ્વારા ધોકા વડે કૂરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ ભંગાર એકઠો કરતા આ યુવાન પર ચોરી કરવાનો આક્ષેપ મૂકીને ગામના લોકો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ કહેવાતી ચોરી અંગે પોલીસ સ્ટેશનમાં કોઈ સત્તાવાર ગુનો નોંધાયો નથી. આમ, કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી વગર જાહેર સરેઆમ હાથમાં ધોકા લઈ યુવાન પર તૂટી પડવાની આ ઘટના અને વાયરલ વિડીયોએ દ્વારકા જિલ્લાની કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

